HAJI SUFI MANUBARI
હઝલ - દાદીમા ઈંગ્લેન્ડથી ફરીને આવયા
સંદેશો ગયો સારોદ કાવી
મૂલખ તેથી મલવા આવી
મહેમાની જોરદાર કરાવી
ને કાજી પાસે દૂઆ કરવી
વાતો વીલાયતની લઈનેઆવયા
દાદીમા ઇનગલનડ્થી ફરીને આવયા
દીકરા માટે જેકેટ લાવ્યા
પોત્રાને રમવા રેકેટ લાવ્યા
ને વહુને માટે લોકેટ લાવ્યા
ને હાજી માટે ચોકલેટ લાવ્યા
ચિથ્થીના ઢગલે ઢગલા લાવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
ત્યા સમદનો સલ્લૂ પેપર વેચે
ને કનૂનો કનૈય્યો કાપડ વેચે
પટેલનો પોપટ પાપડ વેચે
મરઘીને મચ્ચી કાદર વેચે
ચેવડો ટિખોલેસ્ટરર્થી લાવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
ઇન્ગ્લેન્ડ્ની બસમા આપણા ડ્રાયવર
ત્યાંની સ્કૂલમા આપણા માસ્તર
આપણા પ્લમ્બર ને આપણા ફીટર
રેલ્વેમા પણ આપણા જ પોર્ટર
એવૂ લાગે જાણે ભરૂચ આવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
બાબૂને પૂછ્યૂં બેટા ઇન્ગ્લેન્ડ ક્યાં છે?
તમેં દાદીમા ઇન્ગ્લેન્ડમા આવ્યા છે
જાણે પાલેજમા આવી ગયા છે
જ્યા ને ત્યાં બસ હારો અથદાય
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
જમીકન લોકોતો ખૂબજ કાળા
અહિંના જગધાંતો ખૂબજ નથારા
ઇન્ડીયન તો લાગે માંદા બીચારા
ગોળીયા લોકોતો લાગે રૂપાળા
અંગ્રેજોએ આપણને એમ.પી.બનાવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
દાદીમા મચ્ચીને ફીષ બોલે છે
બ્રેડ્ના ટૂકડાને પીસ બોલે છે
એ મીસ બોલે ને ધીસ બોલે છે
પ્લેટ્ને દાદીમા ડીસ બોલે છે
મોઢામાં ચાકુ નવા નંખાવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
ગુલામનો વ્યાહ ત્યાં જોડી ને આવ્યા
ને મરીયમનુ સગપણ તોડીને આવ્યા
ઈસાનુ પોલ ત્યા ખોલીને આવ્યા
ને મુલખની સાથે એ વરીને આવ્યા
બોલ્ટ્નમા બે ત્રણ ઘર ભંગાવ્યા
દાદીમા ઇન્ગ્લેન્ડ્થી ફરીને આવ્યા
દાદીમા થાક્યા ફરી ફરીને
બ્લેકનર્નના ટેકરા ચઢી ચઢીને
થાકી ગયા મઊલાકાત કરી કરીને
ઊંઘીં ગયા પછી તસ્બીહ પઢીને
પોત્રની શાદી કરાવીને આવ્યા